જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બગસરા મુકામે થશે
અમરેલી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ અ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી બગસરા સ્થિત મેઘાણી હાઈસ્કૂલ ખાતે થશે. જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ધ્વજવંદન થશે.સ્વાતંત્ર્ય પર્વ દિન ઉજવણીના સુચારુ આયોજન માટે અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ કચેરીના અધિકારીશ્રીઓને કચેરીને લગતી, કરવાની થતી કામગીરીની સોંપણી કરી હતી. ઉજવણી સાથ સંલગ્ન તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે જોવા સૂચના આપી હતી.
તેમણે જણાવ્યુ કે, ચોમાસાની ઋતુને ધ્યાને લઇ કાર્યક્રમના સ્થળે આગોતરું આયોજન અને કામગીરી પૂર્ણ થાય. જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી માટે શહેરમાં રોશની અને સફાઇના સઘન કાર્યો થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલીપસિંહ ગોહિલે, જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓને આગોતરા આયોજન તેમજ પ્રોટોકોલ મુજબ વ્યવસ્થાઓ ગોઠવવા વિશેષ કાળજી લેવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, બગસરા પ્રાંત અધિકારીશ્રી, શિક્ષણ, આરોગ્ય, પોલીસ, મહેસૂલ, પંચાયત, વન, માર્ગ અને મકાન, બગસરા તાલુકા મામલતદારશ્રી, બગસરા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments