ભાવનગર જિલ્લાની જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ કોમ્પ્લેક્સ – ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અંડર – 14માં બારૈયા નીલેશ અશોકભાઈએ 100 મીટર તથા 200 મીટર દોડમાં પ્રથમ નંબર, બાબરીયા ચેતન લાલાભાઇએ ઉંચી કુદમાં પ્રથમ નંબર, બારૈયા કિશન જગદીશભાઈએ 400 મીટર દોડમાં બીજો નંબર તથા રાઠોડ પાર્થ નરેન્દ્રભાઈએ ગોળા ફેંક માં બીજો નંબર મેળવ્યો હતો. આ ઉપરાંત અંડર 17 માં માયડા મિલન ભરતભાઈએ ગોળા ફેંક તથા ચક્ર ફેકમાં પ્રથમ નંબર, પંડ્યા ભાવિન અરવિંદભાઈએ 100 મીટર દોડમાં બીજો નંબર તથા ભીલ ધ્રુવ રણુભાઈએ 200 મીટર દોડમાં બીજો નંબર મેળવ્યો હતો. આમ અંડર 14 તથા 17 મળીને ગણેશ શાળા – ટીમાણા કુલ પાંચ બાળકો પ્રથમ નંબર પર તથા ચાર બાળકો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દ્વિતીય નંબર પર રહ્યા હતા. આ દરેક બાળકોને શાળા પરિવાર વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, તથા તેઓ આગળ રાજ્ય કક્ષાએ પણ અનેરી સિદ્ધિ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ મેળવી અનેરી સિદ્ધિ

Recent Comments