જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં સૌથી વધુ ૨૬ મેડલ મેળવતા મોટી પાણીયાળી ગામના બાળકો અને યુવાનો
ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધા ભાવનગર મહાનગરપાલિકાના સ્વીમીંગ પૂલ ખાતે તારીખ:૨૧/૧/૨૦૨૪ ના રોજ યોજાઈ હતી જેમાં મોટી પાણીયાળી કે. વ શાળાના આચાર્યશ્રી બી. એ.વાળા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળામાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓએ ફ્રી સ્ટાઇલ, બેક સ્ટ્રોક,બ્રેસ્ટ સ્ટ્રોક અને બટર ફ્લાયની ૧૦૦ મીટર અને ૪૦૦ મીટરની વિવિધ સ્પર્ધામાં અંડર ૧૧, અંડર ૧૭ અને ઓપન વિભાગમાં ભાગ લઈ સમગ્ર ભાવનગર જિલ્લામાં સતત છઠ્ઠા વર્ષે સૌથી વધુ મેડલ મેળવતા નવ ગોલ્ડ મેડલ,દસ સિલ્વર મેડલ અને સાત બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૨૬ મેડલ મેળવી શાનદાર પ્રદર્શન કરેલ છે.
મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ્રી બી. એ.વાળા એ પણ એક ગોલ્ડ,એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સાથે ત્રણ મેડલ મેળવ્યા છે.
ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવનાર ૧૯ વિધાર્થીઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ રમવા માટે જશે અને ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
Recent Comments