fbpx
અમરેલી

જિલ્લા કક્ષા બાળ નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધા યોજવામાં આવશે: તા.૨૫ સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશપત્ર અરજી મોકલવી

જિલ્લા કક્ષા બાળ નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધા યોજવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક હોય તે સંસ્થાએ પ્રવેશપત્રો મોકલી આપવાના રહે છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, અમરેલી સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધા આગામી સમયમાં યોજવામાં આવશે. આ સ્પર્ધામાં પ્રાથમિક શાળામાં ભણતા ૭ વર્ષ થી ૧૩ વર્ષ સુધીના બાળકો માટે બાળ નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધા યોજવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓ/પ્રાથમિક શાળાએ પ્રવેશપત્રનો નમૂનો જિલ્લા રમત ગમત કચેરી પરથી મેળવી લેવા.

જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળે, બ્લોક-સી,  રુમ નં. ૧૧૦/૧૧૧ અમરેલીને સંપૂર્ણ વિગતો સાથે તા.૨૫ સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીમાં પ્રવેશપત્ર મોકલી આપવાના રહેશે.  સમય મર્યાદા વિત્યે મળેલા પ્રવેશપત્રને ધ્યાને લેવામાં આવશે નહિ. સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ આવેલા પ્રવેશપત્રની સંસ્થાના સંચાલકશ્રીને જાણ કરવામાં આવશે. ભાગ લેનાર ટીમોએ સ્પર્ધા સ્થળે પોતાના ખર્ચે આવવાનું રહેશે. આ બાબતે જરુરી વિગતો જાણવા કચેરીનો ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ પર સંપર્ક કરી શકાશે.

Follow Me:

Related Posts