ગુજરાત

જિલ્લા કક્ષા સ્પોર્ટ સસ્કૂલમાં પ્રવેશ અંગેના હાઇટ હંટ કાર્યક્રમ અંતર્ગત પસંદગી પ્રક્રિયાનું આયોજન

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત હાઇટના આધારે અંડર-૧૫ વયજૂથના ખેલાડી અટલેકે તા.૦૧/૦૧/૨૦૦૯ પછી જન્મેલા ભાઇઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હાઇટ હંટના માપદંડો મુજબ ૧૨ વર્ષના ભાઈઓ માટે ઉંચાઇ ૧૬૬ જ્યારે બહેનો માટે ૧૬૧ , ૧૩ વર્ષના ભાઈઓ માટે ઉંચાઇ ૧૭૧ જ્યારે બહેનો માટે ૧૬૪ , ૧૪ વર્ષના ભાઈઓ માટે ઉંચાઇ ૧૭૭ જ્યારે બહેનો માટે ૧૬૯ , ૧૫ વર્ષના ભાઈઓ માટે ઉંચાઇ ૧૮૨ જ્યારે બહેનો માટે ૧૭૧ જણાવવામાં આવેલ છે.

આ માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,મહાત્મા ગાંધી વિધામંદિર સ્કુલ,ગોવર્ધન હવેલીની સામે સેક્ટર-૨૧,ગાંધીનગર ખાતે જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે(મૂળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે)તા.૧૧/૦૯/૨૦૨૪ ના દિવસે સવારે ૦૯ઃ૩૦ વાગ્યાથી બપોરે૦૧ઃ૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.આ યોજના વિશેની વધુ માહિતી માટે જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા કન્વીનર જીવણજી ઠાકોર(એથલેટીક્સ કોચ,ડી.એલ.એસ.એસ,ગાંધીનગર)નો મો-નં ૮૧૪૧૬૫૬૨૨૯ પર સંપર્ક કરી શકો છો.

Follow Me:

Related Posts