અમરેલી, તા.૨૧ મે, ૨૦૨૨ શનિવાર (વિ. સં. ૨૦૭૮ વૈશાખ વદ ૫) જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને પ્રી-મોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ કહ્યુ કે, આગામી ચોમાસાની ઋતુ દરમિયાન જિલ્લાના ૧૧ તાલુકાઓમાં લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે, નિયત સમય કરતા આ વર્ષે ચોમાસુ વહેલું આવી શકે છે, વધુમાં જિલ્લામાં અતિવૃષ્ટિ થાય તેવી સંભાવના હોય ત્યારે સંબંધિત અધિકારીઓને વધુ એલર્ટ રહેવા તેમણે સૂચના આપી.
તેમણે ઉમેર્યુ કે, અતિવૃષ્ટિ થાય તો તેવા સંજોગમાં એ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવું, કંટ્રોલ રૂમ સુધી સતત વિગતો પહોંચાડવી, સંબંધિત અધિકારી અને વિભાગ સાથે સંકલન કરવું, બચાવની કામગીરી કરવા માટે પૂર્વ તૈયારી કરવા કહ્યુ.
ડેમ અને અન્ય સાઈટ પર આગોતરું મેઇન્ટેઈન થાય, સાધનો અપડેટ કરવા, વરસાદ શરુ હોય ત્યારે આંકડા દર બે કલાકે પહોંચતા કરવા, તાલુકાના ઉપલબ્ધ સંસાધનો વિશે વિગતો મેળવવી, અતિવૃષ્ટિ થાય તો તેવા સંજોગમાં કોની મદદ મેળવવી, સ્થળાંતર કરવાનું થાય તો આશ્રય સ્થાનો, રહેવા- જમવા અને વાહનની સુવિધા, જર્જરિત મકાન અને પડી જાય એવા ઝાડ હોય તેના બાબતે ઘટતું કરવા જણાવ્યુ. વોકળા, ગટર, રેલીંગ સફાઈ કરવી. ડેમ ચકાસણી કરવા અને અધિકારી – કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહિ છોડવા જણાવ્યું.
—
Recent Comments