કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાની અધ્યક્ષતામાં STOP Diarrhoea Campaign હેઠળ વર્ષ ૨૦૨૪ની થીમ ‘‘ઝાડાની રોકથામ, સફાઈ અને ઓ.આર.એસ.થી રાખો પોતાનું ધ્યાન’’ના આયોજન અંગેની IDCF Steering Committeeની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં પાંચ વર્ષથી નીચેની વયના બાળકોને ડાયેરીયા-ઝાડા ન થાય તેની તકેદારીના ભાગરૂપે ઓ.આર.એસના પેકેટનું વિતરણ કરવા,જરૂર જણાય ત્યાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવાની સુચના આપી હતી.
અન્ય જિલ્લામાંથી કામ અર્થે આવનાર શ્રમિકના પરિવારમાં પાંચ વર્ષથી ઓછી વયનું બાળક જો મળી આવે તો તેઓને પણ ઓ.આર.એસના પેકેટ્ મળી રહે તેની ખાસ તકેદારી રાખવા, બાળકો તેમજ માતાઓને યોગ્ય હેન્ડવોશની રીત શીખવવા, ડાયેરિયાના લક્ષણો અંગેની પૂરતી માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા તેમજ જિલ્લા- તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટરો પર આ અંગેની ટ્રેનીંગનુ આયોજન ગોઠવવાની સાથે ગ્રામ્ય કક્ષાએથી આશાના માધ્યમથી લોકોમાં ઝાડા નિયંત્રણ માટે લોક જાગૃતિ ફેલાવવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચંન્દ્રમણીએ IDCFના આગોતરા આયોજન તેમજ ગત વર્ષે કરેલી કામગીરીથી વાકેફ કર્યાં હતાં. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી, નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણી, જિલ્લા આરસીએચ અધિકારીશ્રી ડૉ. કે.એમ.સોંલકી, તમામ તાલુકાના આરોગ્ય અધિકારીશ્રીઓ સહિત સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments