જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લઈને વિજેતા ટીમને ટ્રોફી આપી
જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ આજે સાંજે નેટ બોલની વિવિધ સ્પર્ધાઓમાં આજે વિજેતા બનેલી ટીમોને ટ્રોફી આપીને સન્માનિત કરી હતી.
કલેક્ટરશ્રી આજે મોડી સાંજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી હતી અને ત્યાં રમાઈ રહેલી ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગતની વિવિધ રમતો નિહાળીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.
આ ઉપરાંત તેઓએ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે ઉભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને ખેલાડીઓ, કોચ સાથે રમત-ગમત અંગે ચર્ચા કરીને આ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તેમની આ મુલાકાતમાં ચીફ કોચશ્રી દિવ્યરાજસિંહ તથા સ્પોર્ટસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓસ સાથે રહ્યાં હતાં.
Recent Comments