fbpx
ભાવનગર

જિલ્લા કલેક્ટરઆર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને પોલીયો એન.આઇ.ડી અન્વયે ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ

આજરોજ ભાવનગર કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષ સ્થાને પોલીયો એન.આઇ.ડી અન્વયે ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ હતી જેમાં સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં તા.૨૩ થી ૨૫ જૂન,૨૦૨૪ દરમિયાન પોલીયો ઝુંબેશ યોજાનાર છે ત્યારે ભાવનગર જિલ્લામાં ૦ થી ૫ વર્ષના એક પણ બાળક પોલીયોની રસીથી વંચિત ન રહે તેની ખાસ કાળજી રાખવા કલેક્ટરશ્રીએ જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડયું હતું. બેઠકમાં ગત વર્ષના પલ્સ પોલીયો રાઉન્ડની સમીક્ષા, ૨૩મી જુન,૨૦૨૪ના યોજાનારા પલ્સ પોલીયો રાઉન્ડની કામગીરીના આયોજન, સુપરવાઇઝરશ્રીઓની મોબોલીટી અને સુપરવિઝન તેમજ આઇ.ઇ.સીની કામગીરીને સઘન બનાવવા જરૂરી સુચનો કર્યા હતાં

ભાવનગર જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષના અંદાજે ૧,૭૫,૪૧૩ બાળકોને પ્રથમ દિવસે ૧૦૭૭ બુથો પર ૨૦૮૦ જેટલી ટીમો થકી જિલ્લાના આરોગ્ય કર્મચારીશ્રીઓ પલ્સ પોલીયો અભિયાનમાં જોડાશે. બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલ બાળકોને મલ્ટીપર્પઝ, હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, સી.એચ.ઓ., આશા બહેન, આશા ફેસિલેટર અને આંગણવાડી બહેનો ઘરે ઘરે જઈને પોલીયોના બે ટીપા પીવડાવશે. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચંન્દ્રમણી તેમજ WHO કન્સલ્ટનશ્રી ડૉ. અનૂપ સિંહ પ્લસ પોલીયો અભિયાનના આયોજન અંગેની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.કે.કટારીયા, જિલ્લા આરસીએચ અધિકારીશ્રી ડૉ. કે.એમ.સોંલકી, તમામ તાલુકાના આરોગ્ય અધિકારીશ્રીઓ સહિત સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts