ભાવનગર જીલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૫૯ મી બેઠક કલેક્ટર કચેરી ખાતે મળેલ હતી. બેઠકમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૫૮ મી બેઠકની કાર્યવાહીને બહાલી, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજનાકીય પ્રગતિની જાણકારી, ‘જલ જીવન મિશન’ કાર્યક્રમ હેઠળ તાંત્રિક મંજૂરી અપાયેલ હોય તેવી યોજનાઓને વહીવટી મંજૂરી, “ઓગમેન્ટેશન ટેપ કનેક્ટિવિટી ઇન રૂરલ એરિયા” કાર્યક્રમ હેઠળ તાંત્રિક મંજૂરી અપાયેલ યોજનાઓને વહીવટી મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જીલોવા, વાસ્મોના યુનિટ સભ્ય સચિવ અને કાર્યપાલશ્રી પી.જી.મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૫૯ મી બેઠક મળી

Recent Comments