fbpx
ભાવનગર

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.

        ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી  સેજલબેન પંડયા એ રજૂ કરેલ જુના બંદર અંગેનાં પ્રશ્નની જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખે સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.

        કલેક્ટરશ્રીએ પડતર તુમારોની સમીક્ષા, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસોની સમીક્ષા, કોન્સોલીડેટેડ માહિતી, સ્વાગત કાર્યક્રમ, જિલ્લા અને તાલુકામાં આવેલ પ્રવાસન સ્થળોની ચકાસણી વગેરે અંગે ચર્ચાઓ પણ આ બેઠકમાં આપી હતી.

        આ ઉપરાંત વિવિધ વિભાગો પરસ્પરના સંકલન અને સહકારથી સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવે તેવો અનુરોધ કર્યો  હતો, આ કામોમાં ઝડપ લાવવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપી હતી.

        ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

        આ ઉપરાંત બેઠકમાં તળાજા ખાતે થનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે તેમજ ૨૯ જાન્યુઆરીના રોજ યોજાનાર પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષા સૂચારું રીતે યોજાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

        ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી ડો. રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts