અમરેલી

જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ જિલ્લા ટાસ્કફોર્સની બેઠક યોજાઈ

બેટી બચાવો-બેટી પઢાઓ’ અભિયાન થકી દેશમાં એક સકારાત્મક બદલાવ આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ જિલ્લા ટાસ્કફોર્સની બેઠક યોજાઈ હતી.બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અને વર્ષ ૨૦૨૩-૨૪ના સૂચિત એકશન પ્લાનને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લામાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સખી મેળાઓ થકી કુલ ૪,૬૩૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લાની ૧૦ વિશિષ્ટ સિદ્ધિઓ મેળવી હોય તેવી કિશોરીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે પણ લાભાર્થીઓને વિવિધ સહાય લાભનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ગયા વર્ષે જિલ્લામાં નારી વંદના સહિતના મહિલાલક્ષી કાર્યક્રમો પણ યોજાયા છે.  મહત્વનું છે કે, કન્યાઓએ ઉચ્ચ અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. કન્યાના અભ્યાસ અને તેમની પ્રગતિ માટે જનજાગૃતિ આવે અને વધુ કાર્યો હાથ ધરી શકાય.

       જિલ્લા કલેક્ટરશ્રી દહિયાએબેઠકમાં વર્ષ ૨૦૨૩-૨૪ના સૂચિત એકશન પ્લાનને લઈને સંબંધિત અધિકારીશ્રીઓને વિવિધ સૂચનો કર્યા હતા. ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ જિલ્લા ટાસ્કફોર્સની બેઠકમાં જિલ્લા વિકાસઅધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts