જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ ટાસ્કફોર્સ ઇમ્યુનાઈઝેશનની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ ટાસ્કફોર્સ ઇમ્યુનાઈઝેશનની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આઈ.એમ.આઈ ૫.૦ કામગીરી, રૂટીન ઇમ્યુનાઈઝેશન કામગીરી, ડિસેમ્બર,૨૩ મિઝલ્સ અને રૂબેલા એલીમિનેશન, વી.પી.ડી સર્વેલન્સ સહિતની સમીક્ષા કરવામાં આવી હતી. એપ્રિલ ૨૩ થી આજ દિન સુધીમાં પૂર્ણ ઇમ્યુનાઈઝેશન કવરેજ અંતર્ગત જિલ્લામાં ઓવરઓલ ૯૫ ટકા કવરેજ પ્રાપ્ત થયું છે. ઉપરાંત મિઝલ્સ અને રૂબેલા કવરેજ અંતર્ગત ૯૭ ટકા કવરેજ પ્રાપ્ત થયું છે. જિલ્લામાં સપ્ટેમ્બર-૨૨ થી નવેમ્બર-૨૨ સુધીમાં કુલ ૮૫૯૮ જન્મેલા બાળકોમાંથી ૮૧૭૩ બાળકોનું પૂર્ણ ઇમ્યુનાઈઝેશન કવરેજ છે. જ્યારે તમામ બાળકો પૈકી કુલ ૩૬૫ બાળકો હજુ પણ પૂર્ણ ઇમ્યુનાઈઝેશન કવરેજમાં સમાવિષ્ટ નથી. આમ નવા જન્મેલા બાળકોમાં કુલ ૯૫ ટકા બાળકોનું પૂર્ણ ઇમ્યુનાઈઝેશન કવરેજ પ્રાપ્ત થયું છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જોષી સહિત તમામ સંબંધિત અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments