શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૨-૨૩ના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તા. ૨૩,૨૪ અને ૨૫ જૂન-૨૦૨૨ના રોજ અમરેલી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેક્ટરશ્રીએ સમીક્ષા બેઠકમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ના સુચારું આયોજન માટે વિસ્તૃત ચર્ચા કરી અને સુચનાઓ આપી હતી, ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ના કાર્યક્રમ દરમ્યાન જિલ્લાની શાળાઓમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે એ માટેના આદેશો પણ કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક મળી

Recent Comments