અમરેલી

જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને નાગરિ કપુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા સેવા સદન અમરેલી ખાતે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.  એન.એફ.એસ.એ અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવિષ્ટ કાર્ડધારકોને બી.પી.એલ. એ.પી.એલ. યોજના અને અંત્યોદય યોજના હેઠળ અનાજ વિતરણ મે-૨૦૨૪ને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મે-૨૦૨૪માં અમરેલી જિલ્લામાં જરુરિયાત સામે ૯૩ ટકા ઘઉં અને ચોખાનું અને ૯૩ ટકાથી વધુ ખાંડનું વિતરણ કરવામાં આવ્યુ છે. જિલ્લા કલેક્ટરશ્રી દહિયાએ અન્ન સલામતી જથ્થાના કેસોની સમીક્ષા કરી હતી. જિલ્લા કક્ષાએથી ૧૮ જેટલી તેમજ બાકીની તપાસણી તાલુકા કક્ષાએથી કરવામાં આવી હતી.  બેઠકમાં તોલમાપ દ્વારા કરવામાં આવેલી તપાસણીની વિગતો જિલ્લા કલેકટરશ્રીએ મેળવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી તેમજ ગ્રાહક સુરક્ષા મંડળના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે, અમરેલી, સાવરકુંડલા, લાઠી,લીલીયા ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ કાર્યરત છે. મે-૨૦૨૪માં ગ્રાહક સુરક્ષા મંડળને ગ્રાહકોની ૧૩ જેટલી ફરિયાદો મળી હતી જેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજા જોટાણીયા સહિત અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts