જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની સૂચના અને સંકલન મુજબ જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ
અમરેલી જિલ્લામાં આગામી તા.૧૪ અને તા.૧૫ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં તાજેતરમાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં આપવામાં આવેલી સૂચનાઓ મુજબ જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે. જિલ્લા કલેક્ટરશ્રીએ આપેલ સુચનો પ્રમાણે (૧) તાલુકામાં આવેલ નીચાણવાળા વિસ્તાર/ગામની મુલાકાત લઇ આવા ગામોની એક યાદી જિલ્લા કલેકટર કચેરીને મોકલી આપવી. જયાં સ્થળાંતર કરવાની જરૂરિયાત જણાય ત્યાં અગાઉથી જ સ્થળાંતરની કાર્યવાહી કરવી. આ અંગે લાયઝન અધિકારીશ્રી અને તાલુકા મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવશે.
(૨) ભારે વરસાદ દરમિયાન તાલુકામાં આવેલ ડેમ ઓવરફલો થવાના કિસ્સામાં ડેમની હેઠવાસમાં આવતા તમામ ગામોએ લોકોને તરત જ એલર્ટ કરવા તેમજ નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવશે. આ કામગીરી માટે લાયઝન અધિકારીશ્રી અને તાલુકા મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને સિંચાઇ (રાજય/પંચાયત) કાર્યપાલક ઇજનેરશ્રીઓ
દ્વારા કામગીરી કરવામાં આવશે.
(૩) તાલુકા હેલ્થ ઓફીસર પાસેથી તાલુકાના દરેક ગામે એવી પ્રેગનન્ટ મહિલાઓ કે જેમની Estimated Date of Delivery (EDD)ની નજીકના સમયમાં હોય તેવી મહિલાઓની યાદી મેળવી લેવી. જરૂર જણાયે હોસ્પિટલ સુધી પહોંચાડવા અંગે અગાઉથી વ્યવસ્થા કરવી તેમજ સ્થળાંતરના કિસ્સામાં પ્રાથમિકતા આપવામાં આવશે. જેની કામગીરી લાયઝન અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, અમરેલી દ્વારા કરવામાં આવશે.
(૪) જિલ્લામાં તમામ પી.એચ.સી., સી.એચ.સી. સેન્ટરો પર દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવશે. તેમજ જે – તે વિસ્તારોમાં પાણી ભરાય તે વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવશે. તાલુકાવાઇઝ જરૂરી હેલ્થની ટીમોની રચના કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, અમરેલી દ્વારા આ કામગીરીનું સંકલન અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
(૫) જિલ્લામાં આવેલા આશ્રયસ્થાનોની ચકાસણી કરવામાં આવી છે. જરૂરિયાત જણાય અસરગ્રસ્ત લોકોને ઇનટાઇમ સ્થળાંતર કરવા તેમજ સ્થળાંતરિત લોકોને જે આશ્રયસ્થાનમાં રાખવામાં આવશે જે – તે જગ્યાએ પીવાના પાણી, ભોજન, સેનિટેશનની વ્યવસ્થા અને એક મેડીકલ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. આશ્રય સ્થાનો પર જરૂરી ગાર્ડની વ્યવસ્થા કરવી. તેમજ જે તે વિસ્તારમાંથી સ્થળાંતર કરવામાં આવે તે જગ્યાએ ચોરી વિગેરે જેવા બનાવો ન બને તે માટે પોલીસ પેટ્રોલીંગની વ્યવસ્થા કરવી. આ કામગીરી અને દેખરેખ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને લાયઝન અધિકારીશ્રી દ્વારા કરવામાં આવશે.
(૬) તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે ઉપર વરસાદ દરમ્યાન બિનજરૂરી ટ્રાફીક ન સર્જાય તે માટે પોલીસ વિભાગને જરૂરી સૂચના આપવી જેનો અમલ લાયઝન અધિકારીશ્રી તમામ/નાયબ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા કરવામાં આવશે.
(૭) ભારે વરસાદ દરમિયાન જાહેર માર્ગો પર ઝાડ પડવાના કિસ્સામાં સંબંધિત વિભાગને પડેલ ઝાડને તરત દૂર કરવા સૂચના આપવામાં આવશે, જેનો અમલ લાયઝન અધિકારીશ્રી અને સામાજિક વનીકરણ,અમરેલી મદદનીશ વન સંરક્ષકશ્રી દ્વારા કરવામાં આવશે.
(૮) ભારે વરસાદ દરમિયાન નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, અન્ય માર્ગ બંધ થવાના કિસ્સામાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરી, બને તેટલી ઝડપથી માર્ગ પૂર્વ વત કરવા માર્ગ અને મકાન વિભાગ, રાજય, પંચાયત, નેશનલ હાઇવેને જરૂરી સૂચના આપવી તેમજ આ અંગેનું નિયત પત્રક સંબંધિત પાસેથી મેળવી જિલ્લા કલેકટર કચેરીને મોકલી આપવામાં આવશે. ભયજનક રોડ રસ્તા પર જરૂરી સાઇન બોર્ડ, બેરી કેટીંગની વ્યવસ્થા કરવી. ભયજનક રોડ રસ્તા/કોઝ વે પરથી લોકો અવર-જવર ન કરે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવી. આ કામગીરી અને અમલ લાયઝન અધિકારીશ્રી અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી , કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (રાજય/પંચાયત) દ્વારા કરવામાં આવશે.
(૯) સરકારશ્રીના આઇ.એમ.ડી. દ્વારા ડેવલપ કરવામાં આવેલ વિજળીની ચેતવણી આપતી દામિની એપ આપના તથા તાલુકાના તમામ અધિકારીશ્રીના મોબાઇલમાં ડાઉનલોડ કરાવવી અને એપના માધ્યમથી સમયાંતરે તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિજળી અંગેની આગાહીની પ્રસિધ્ધી કરવામાં આવશે. જિલ્લાના વધુમાં વધુ નાગરિકો આ એપનો ઉપયોગ કરે તે અંગે આગોતરી જાણકારી સમૂહ માધ્યમો મારફતે આપવામાં આવશે.
(૧૦) ભારે વરસાદના કારણે કોઇ અનિચ્છિય બનાવ બને તો તરત જ જિલ્લા કંટ્રોલરૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવા સંબંધિતને જરૂરી સૂચના આપવી.
(૧૧) ભારે વરસાદ દરમ્યાન માનવ મૃત્યુ/ પશુ મૃત્યુના કિસ્સામાં ૪૮ કલાકમાં મૃત્તકના વારસદારોને સહાય ચૂકવવામાં આવે તે અંગે સંબંધિતને જરુરી સૂચના આપવી. મૃતકના પી.એમ. રીપોર્ટમાં વધુ સમય લાગતો હોય, પી.એમ. રીપોર્ટ ઝડપથી તૈયાર કરવા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે.
(૧૨) તાલુકા કન્ટ્રોલ રૂમ પર જવાબદાર કર્મચારીશ્રીઓને અતિભારે વરસાદના એલર્ટના સમયગાળા દરમ્યાન કન્ટ્રોલ રૂમ પર રાઉન્ડ ધ કલોક ફરજ સોંપવી. તેમજ કંટ્રોલ રૂમ ખાતે ફોન સતત શરુ રહે અને સમયસર ફોન રીસીવ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
(૧૩) તમામ નગરપાલિકા, પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, સિંચાઇ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, પી.જી.વી.સી.એલ. વિગેરે તમામ લાઇન ડીપાર્ટમેન્ટોએ તેમના હસ્તકના સંસાધનોની અદ્યતન યાદી તૈયાર કરવામાં આવી છે. તમામ સંસાઘનો રાહત અને બચાવની કામગીરી માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
(૧૪) જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીશ્રી/કર્મયારશ્રીઓ જિલ્લામાં ફરજના સ્થળે હાજર રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓને ફરજના સ્થળે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
(૧૫) ગ્રામ્ય કક્ષાએ તમામ તલાટીશ્રીઓ તેમના ફરજના સ્થળે રાઉન્ડ ધ કલોક હાજર રહે રહેશે.
(૧૬) નીચાણવાળા વિસ્તાર તેમજ ભારે વરસાદથી અસરગ્રસ્ત થનાર સંભિવત વિસ્તારોમાં સ્થાનિક આગેવાનો સાથે સંપર્ક કરી, ટીમની રચના ફરી, તે વિસ્તારોમાં કોઇ સમસ્યા ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી અને સંચાલન, સંકલન લાયઝન અધિકારીશ્રી અને નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવશે.
જિલ્લાના નાગરિકોને જે – તે ગામોમાં નદીઓ પસાર થતી હોય ત્યાં અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને બિનજરુરી અવર જવર કે, વસવાટ ન કરવા તાકીદની સૂચના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
Recent Comments