fbpx
અમરેલી

જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોવિડ–૧૯ ન્યાયયાત્રાના આયોજન અંગે એક મહત્વની મીટીંગ યોજાઇ

    અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રભારીશ્રી દિલીપભાઇ પટેલ તથા જિલ્લા પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા તથા શહેર પ્રમુખો અને અગ્રણીઓને કોવિડ–૧૯ ન્યાયયાત્રા યોજવા અને મહત્વના મુદાઓ બાબતે અગત્યની મીટીંગ યોજાઇ હતી. 

    આ મીટીંગમાં સૌપ્રથમ કોરોના મહામારીમાં જીવ ગુમાવનાર મૃતકો ને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ હતી તેમજ અનેક પ્ારિવારના મોભીઓ અને સાથીઓ ગુમાવ્યાનું સૌ કોઇએ દુ:ખ વ્યકિત કર્યુ હતું. ૧.પ વર્ષનો જિંદગીનો સૌથી કપ્ારા સમયમાંથી હાલ સમગ્ર દેશ જયારે પ્ાસાર થઇ રહ્યો છે ત્યારે કોરોનાની મહામારી, મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહીત અનેક સમસ્યાઓ થી આપ્ાણા સહીત ગુજરાતની સામાન્ય જનતા પીડાઈ રહી છે, કોરોનાની બીજી લહેરમાં જે અરાજકતા, ભયને સરકારની અવ્યવસ્થાને કારણે ગુજરાતમાં લાખો લોકો હેરાન પ્ારેશાન થયા હતા. મંદી, મોંઘવારી, મહામારીમાં જનતાની વેદનાને વાચા આપ્ાવા કોંગ્રેસ પ્ાક્ષ દ્વારા મોંઘવારી વિરૂધ્ધ જનચેતનાનો કાર્યક્નમ તાલુકે તાલુકે ખુબજ સફળ યોજાયો હતો.

    ત્યારબાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ૯ દિવસ વિરોધનો કાર્યક્નમ યોજાયો હતો. જેમાં પ્ાણ રોજ પ્ાોલીસ જોડે માથાકૂટ – મંજૂરી આપ્ો ન આપ્ો તેમ છતાં એ કાર્યક્નમો ને પ્ાણ અસરકારક રીતે સફળ બનાવ્યો હતો. કોરોનાના કપ્ારા સમયમાં આપ્ાણે લોકોને હોસ્પિ્ાટલમાં બેડ, ઈજેકશન, ઓક્સીજન, વેન્ટીલેટર માટે કરગરતા, હેરાન પ્ારેશાન થતા જોયા છે. આગોતરી જાણ હોવા છતાં સરકારની ગંભીર બેદરકારી અણધડ વહીવટને કારણે લાખો લોકો મર્યા છે અને લાખો લોકો હોસ્પિ્ાટલમાં હેરાન પ્ારેશાન થયા છે.

 રપ વર્ષથી શાસન હોવા છતાં સરકારી હોસ્પિ્ાટલોમાં વ્યવસ્થા ન હોય, સ્ટાફ ન હોય , તેના કારણે ખાનગી હોસ્પિ્ાટલમાં લોકો લુંટાયા છે. આ બધાથી લોકો વ્યથિત છે, આક્નોશમાં છે અને પ્ાહેલી વખત ગુજરાતના મધ્યમ વર્ગને અહેસાસ થયો છે કે અમે જેને વારંવાર મત આપી સત્તા સોંપી એ સરકારે અમારા માટે કંઈ ન કર્યું સરકાર નિષ્ફળ નિવડી છે.

     ગુજરાતમાં લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા તેના કરતા વધારે સરકારની ગુનાહિત બેદરકારીથી મૃત્યુ પામ્યા છે. આ એક પ્રકારે હત્યા છે. સરકારની ગેરહાજરી સ્પ્ાષ્ટ દેખાય છે. આદરણીય સોનિયાજી – રાહુલજીની સુચના અનુસાર કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરોને પીડિત પ્ારિવારો વચ્ચે જવા આહવાન કર્યું છે. એના ભાગ સ્વરૂપ્ા આપ્ાણે આ ન્યાય યાત્રાનો કાર્યક્રમ યોજવાનો છે. આપ્ાણામાં વિશ્વાસ મૂકી દેશમાં ગુજરાતથી આ કાર્યક્નમની શરૂઆત થઈ રહી છે.

    કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લેવી તેમજ કોરોનામાં ૭ દિવસથી વધુ સમય જેણે હોસ્પીટલમાં સારવાર લીધી છે. તેવા તમામ વ્યકિતઓની મુલાકાત એવમ મૃતકના પરિવારને મળી સાંત્વના આપવી, ઉપરાંત સારવાર દરમિયાન આવા પરિવારોને શું શું તકલીફો વેઠવી પડી તે તમામ માહિતીઓ એકઠી કરવાની છે. તેમજ આવા વ્યકિતઓને મળી જે ફોર્મ આપવામાં આવેલ જે તે ફોર્મમાં મૃતક વ્યકિતના ફોટા સહિત તમામ માહિતી એકત્ર કરવાની છે. આવા પરિવારમાંથી કોઇ વ્યકિત હોસ્પીટલમાં બેડ, ઓકસીજન, ઇન્જેકશન કે અન્ય કોઇ અવ્યવસ્થા વિશે બોલવા માંગતુ હોય તો તેમનો વિડીયોના માધ્યમથી દસ્તાવેજ એકત્ર કરવાના છે. તેમજ લાંબી સારવાર લેનાર વ્યકિતની પણ આપવીતી સાંભળી તેમનો પણ શકય હોય તો અવ્યવસ્થા વિશે વિડીયો રેકોર્ડ કરવાનો છે.

    એક અંદાજ મુજબ ર લાખ લોકો કોરોનામાં મૃત્ય પામ્યા છે અને૩ લાખ લોકો લાંબી સારવાર લઇ સાજા થયા છે. પ લાખ પિંરવારો અને એક પરિવારના સગા સબંધી, મિત્રો, પરિચિતો, જેમણે આવા કોરોના ગ્રસ્તની હોસ્પીટલની સારવાર ખુબ જ નજીકથી જોય છે તેવા ૧૦ પરિવારો ગણીએ તો પ૦ લાખ પરિવાર અને એક જ પરિવારના ૪ વ્યકિત ગણીએ તો ર કરોડ લોકો સુધી આ કોરોના ન્યાયયાત્રા અભિયાનની વાત પહોંચાડવાની છે.૩ અઠવાડીયા ઘરે ઘરે મુલાકાત લઇ દરેક ઘરે પત્રીકા વિતરણ તેમજ સ્ટીકર લગાડવાનું છે. 

    આ કોવીડ–૧૯ ન્યાયયાત્રાનો મુખ્ય ઉદેશ્ય માત્ર એટલો જ કે સરકાર મૃતકના પરિવારને ૪ લાખ વળતર આપે તેમજ સરકારી નોકરીમાં મૃત્યુ પામેલા હોય તો તેના ઘરમાંથી ૧ સભ્યને નોકરી તેમજ ખાનગી હોસ્પીટલ સારવારા ખર્ચ પાછું આપે અને ગુન્હાહીત બેદરકારી–અણઘડ વહીવટની ન્યાયીક તપાસ થાય. આ તમામ મુદાઓની સવિસ્તાર ચર્ચા કરી તમામ તાલુકા તેમજ શહેર કોંગ્રેસના  પ્રમુખો, આગેવાનો, કાર્યકરોને કોવીડ–૧૯ ન્યાયયાત્રા સફળ તેમજ સરકારની અણઘડ નિતીઓને ઉજાગર કરવા એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

     આ મીટીંગમાં જિલ્લા પ્રભારીશ્રી દિલીપભાઇ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી, જિલ્લા પંચાયત નેતા પ્રભાતભાઇ કોઠીવાળ, જિલ્લા મહામંત્રી જનકભાઇ પંડયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઇ ભંડેરી, શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપભાઇ પંડયા, જસમતભાઇ ચોવટીયા, આંબાભાઇ કાકડીયા, દિલીપભાઇ સાવલીયા, ખોડાભાઇ માલવીયા, રવજીભાઇ પાનસુરીયા, વિશાલભાઇ માલવીયા, ચિરાગભાઇ પરમાર સહિત જિલ્લાના તાલુકા અને શહેર સમિતિના પ્રમુખશ્રીઓને અને ચુંટાયેલા પ્રતિનિધીઓ હાજર રહયા હતા.

Follow Me:

Related Posts