જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના હસ્તે ‘હું મત આપીશ’ સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ
આગામી તા.૧ ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં સમાવિષ્ટ અમરેલી જિલ્લાના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરે અને મતદાનમાં અવશ્ય ભાગ લે તેવા ઉદ્દેશ્યથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઈન’ શરુ કરવામાં આવ્યું છે. આજે અમરેલી સ્થિત જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતમાં જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા મીડિયા સેન્ટર ખાતે ‘હું મત આપીશ’ સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મતદાન કરવાની શપથ લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગૌરાંગ મકવાણાએ અમરેલી જિલ્લાના મતદારોને સો ટકા મતદાન કરવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યુ કે, કલેક્ટર કચેરીએ આવતા અરજદારો આ સાઈનબોર્ડ પર સિગ્નેચર કરી અને મતદાન કરવાનો શપથ લે, જિલ્લાના મતદારો ઉત્સાહપૂર્ક મતદાન કરે અને મતદાનની જાગૃત્તિ પ્રસરાય તેવા હેતુથી આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા ચૂંટણી ખર્ચ નિંયત્રણ અધિકારીશ્રી-વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, અધિક જિલ્લા કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિજય પટ્ટણી, SVEEP નોડલ અધિકારી સુશ્રી પૂજા જોટાણીયા, એમ.સી.એમ.સી. નોડલ અધિકારીશ્રી. ડૉ.દિવ્યા છાટબાર અને જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ અને પત્રકારશ્રીઓ દ્વારા સિગ્નેચર બોર્ડમાં સિગ્નેચર કરી અને મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતા.
Recent Comments