અમરેલી

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અમરેલી કલેકટર કચેરી ખાતે વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ની તૈયારીઓને આખરી ઓપ આપવા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠકમાં જિલ્લાની જુદી-જુદી સમિતિના તમામ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ  નોડલ અધિકારીશ્રીઓને ચૂંટણીનું આયોજન શાંતિપૂર્ણ રીતે થાય તે બાબતે વિવિધ મુદ્દે સુચનાઓ અને માર્ગદર્શન આપ્યુ હતુ. ચૂંટણી જાહેર થયેથી આદર્શ આચારસંહિતા અમલી થતાંની સાથે જિલ્લામાં ૭૨ કલાકની તમામ વ્યવસ્થા અને કામગીરી, સોશિયલ મીડિયા મોનિટરિંગ, કાયદો અને વ્યવસ્થા, બુથ લેવલની કામગીરી, cVIGIL એપ્લિકેશન પર પ્રાપ્ત થતી ફરિયાદોનો ત્વરાએ નિકાલ ઉપરાંત કોલ સેન્ટર સહિતની કામગીરી બાબતે વિસ્તૃત  ચર્ચાઓ કરી હતી.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને  કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ તમામ અધિકારીશ્રીઓને એક ટીમ તરીકે ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ સંદર્ભેની સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પટણી, નિવાસી અધિક કલેક્ટરશ્રી વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી વસ્તાણી સહિતના અધિકારી- કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts