ભાવનગર

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાએ મતગણતરીની પૂર્વતૈયારીની સમીક્ષા કરી

લોકસભા ચૂંટણીની મતગણતરી આગામી ચોથી જૂનના રોજ યોજાવાની છે. જેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આર. કે. મહેતાએ મતગણતરીની પૂર્વતૈયારીઓની આજે સમીક્ષા કરી હતી. વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સરકારી ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરાનારી મતગણતરી સંદર્ભે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. કોલેજ કેમ્પસમાં તૈયાર કરાયેલા મતગણતરીરૂમ, મતગણતરીના દિવસે ઉભી થનારી બેરિકેડિંગ તેમજ પાર્કિંગ
વ્યવસ્થા, મીડિયા રૂમ, કોમ્યુનિકેશન રૂમ સહિતની વ્યવસ્થાઓની મુલાકાત કલેક્ટર શ્રી. આર.કે. મહેતાએ લીધી હતી. ત્યારબાદ અહીં બેઠક યોજી સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી. ગોવાણી તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.એન. ચૌધરી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts