અમરેલી

જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી દ્વારા માધ્યમકર્મીઓ માટે વિશેષ આયોજન

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન આજરોજ તા.૮ ડિસેમ્બર, ૨૦૨૨ને ગુરુવારના રોજ વહેલી સવારથી અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી શરુ થઇ હતી.  વિધાનસભા મતવિસ્તારની મતગણતરીની રાઉન્ડ વાઇઝ વિગતો અને પ્રેસ કવરેજ માટે મીડિયા મોનીટરીંગ એન્ડ સર્ટિફિકેશન કમિટી અને જિલ્લા માહિતી કચેરી દ્વારા અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે સમન્વય અને સંકલન માધ્યમકર્મીઓના મતગણતરી કેન્દ્ર ખાતે પ્રવેશ, મીડિયા રુમ, મીડિયારુમમાં જુદી-જુદી સુવિધાઓ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.

વ્યવહારુ, સકારાત્મક અને તાત્કાલિક ઉકેલના અભિગમ માટે ઓળખાઇ છે તેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા માધ્યમકર્મીઓના પ્રેસ કવરેજ માટે સુદ્રઢ વ્યવસ્થાઓ માટેના આયોજનના દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. માધ્યમકર્મીઓના મતગણતરી કેન્દ્ર ખાતે પ્રવેશ માટે જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ અને નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી હરેશ વોરા દ્વારા સહકાર અને સંયોજન સાંપડ્યા હતા. આ કામગીરીમાં જિલ્લા માહિતી કચેરીના ટેક્નિકલ આસિસ્ન્ટશ્રી વી.આર. પીપળીયા, માહિતી મદદનીશશ્રી ધર્મેશભાઇ વાળા, માહિતી મદદનીશશ્રી જયભાઇ મિશ્રા, ઓપરેટરશ્રી ભૂપતભાઇ પાથર, ઓપરેટરશ્રી એમ.એમ. ધડુક, પીજીવીસીએલના શ્રી નિરજભાઇ સંપટ, પીજીવીસીએલના શ્રી નિકુલભાઇ સોજીત્રા, જિલ્લા માહિતી કચેરીના સહાયક સર્વશ્રી એમ.વી. રાઠોડ, શ્રી જોગદીયા, શ્રી ચાવડા અને શ્રી ચિરાગભાઇ માલનીયા દ્વારા મીડિયા મોનીટરીંગ એન્ડ સર્ટિફિકેશન કમિટીની ચૂંટણીલક્ષી કામગીરી માટે ઉત્કૃષ્ટ રીતે ફરજ બજાવી હતી.

માધ્યમકર્મીઓને સતત અને તરત જ મતગણતરીની રાઉન્ડ વાઇઝ વિગતો મળી રહે તે માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિજય પટણી, નાયબ મામલતદારશ્રી દિક્ષિત ભોરાણીયા, નાયબ મામલતદારશ્રી વિહાર ગઢિયા અને નાયબ મામલતદારશ્રી જાની, શ્રી મનિષ કાલાણી સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારી-કર્મચારીશ્રીઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, માધ્યમકર્મીઓને સતત અને તરત જ મતગણતરીની રાઉન્ડ વાઇઝ વિગતો મળી રહે તે માટે મીડિયા રુમ ખાતે લાઇવ આંકડાઓ જોઇ શકાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું હતુ. માધ્યમકર્મીઓએ ચૂંટણીલક્ષી પ્રેસ કવરેજ માટે તેમનો સહયોગ પૂરો પાડ્યો હતો.

Related Posts