જિલ્લા તમાકુ કંટ્રોલ સેલ દ્વારા સિહોર તાલુકામાં તા.૧૭/૦૧/૨૦૨૩ ના રોજ NTCP & COTPA ACT 2003 અમલીકરણ હેઠળ કલમ ૪, ૬ અને ૭ હેઠળ મોટા વેપારી, છુંટક વેચાણ અને શાળાની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ બાબતે ૨૩,૪૦૦/- રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.સુનીલભાઇ પટેલ જીલ્લા એપેડેમિક અધિકારી, ડો.પરવેઝભાઇ પઠાણ તાલુકા હેલ્થ ઓફિસર શિહોર, હેતલબેન ટોબેકો સેલ, મયુરભાઇ ગોહીલ તાલુકા હેલ્થ સુપરવાઇઝર, પી.એન.ડી.ટી.ના ધારનીબેન ત્રિવેદી જોડાયા હતા.
જિલ્લા તમાકુ કંટ્રોલ સેલ દ્વારા સિહોર તાલુકામાં પ્રતિબંધિત તમાકુના વેચાણકર્તાને દંડ કરાયો

Recent Comments