જિલ્લા તમાકુ નિયંત્રણ એન્ફોર્સમેન્ટ સ્વોર્ડ ડ્રાઇવ અંતર્ગત રુ.૨,૧૦૦નો દંડ વસૂલવામાં આવ્યો
તમાકુ નિયંત્રણ એન્ફોર્સમેન્ટ સ્વોર્ડ ડ્રાઇવ અંતર્ગત અમરેલી શહેરમાં સ્ટેશન રોડ, કોલેજ સર્કલ, એસ.ટી. ડેપો, નાગનાથ બસ સ્ટેન્ડ તથા રાજકમલ ચોક, લાઠી રોડ બાયપાસ સહિતના વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ (COTPA-2003) કાયદાની અમલવારી અંતર્ગત વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ – આરોગ્ય શાખા, પોલીસ વિભાગ, પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વિભાગ, એસ.ટી. વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા COTPA-2003 ની કલમ- ૪ હેઠળ કુલ ૭ કેસ, કલમ- ૬(અ) હેઠળ કુલ ૯ કેસ સહિત કુલ ૧૬ કેસ કરી રુ.૨,૧૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો, અમરેલી જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ – આરોગ્ય શાખાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments