પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જોષીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે યોજાઈ હતી. નવા તથા રિન્યુઅલ રજીસ્ટ્રેશન સંદર્ભે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લાના તાલુકા વાઇઝ જાતિ દર અંગે ચર્ચા કરવામાં આવી હતી. તાલુકાઓમાં સોનોગ્રાફી ક્લિનીક વેરિફિકેશન વધારવા તથા સ્ટીંગ અને ડિકોય ઓપરેશનો હાથ ધરવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવ્યું હતું. વધુમાં સમાજમાં દિકરીની સંખ્યામાં વધારો થાય તે હેતુ એક અથવા બે દિકરીવાળા માતા પિતાઓના સન્માન કાર્યકમનું આયોજન કરવા ઠરાવવામાં આવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ આગેવાનોને સાથે રાખી સમાજમાં દીકરીઓ અને દીકરી જન્મના મહત્વ વિશે જાગૃત્તિ લાવવા અને જન જાગૃત્તિ વધારવા આઇ.ઇ.સી. કામગીરી કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામા આવશે. બેટી બચાવો વિશે ધાર્મિક આગેવાનો તથા સામાજીક આગેવાનોના સંદેશાઓ બહોળા પ્રમાણમાં લોકો સુધી પહોંચે તે માટે ડિજીટલ માધ્યમથી સોશિયલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવે તેવું સૂચન પણ બેઠકમાં આપવામાં આવ્યું હતું. જિલ્લાના દરેક ક્લિનીક ખાતે સી.સી.ટી.વી. કેમેરા કાર્યરત રહે તે અંગેના જાહેરનામાની મુદત લંબાવવાની દરખાસ્ત બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સભ્ય શ્રી ડો.ગજેરા સહિતના સભ્યો અને આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પંચાયત અમરેલી ખાતે પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

Recent Comments