જિલ્લા પંચાયત અમરેલી દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રસિધ્ધ કરેલ તલાટી કમ મંત્રી અને જુનીયર કલાર્ક સંવર્ગની જાહેરાત રદ થતા ઉમેદવારોને ફી પરત કરાશે
પંચાયત વિભાગના તા.૦૮/૦૭/૨૦૨૧ના જાહેરનામાથી ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ (કાર્યો) નિયમો-૧૯૯૮ રદ થયેલ છે. તેમજ તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓ દ્વારા સીધી ભરતી પ્રક્રિયા અન્વયે જાહેરાત પ્રસિધ્ધ કરેલ હોય પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની બાકી હોય તે તમામ જાહેરાતો રદ કરવામાં આવેલ છે.
પંચાયત વિભાગના પત્ર ક્રમાંક. PSR/૧૨૯૪/૭૦૬/ખ તા.૨૧/૦૯/૨૦૨૧ થી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, અમરેલીની જાહેરાત ક્રમાંક DPSSC13/201819/1 જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબી) અને જાહેરાત ક્રમાંક DPSSC13/201819/2 તલાટી કમ મંત્રીની જાહેરાત રદ થયેલ હોવાથી જિલ્લા પંચાયત અમરેલીમાં અરજી કરેલ જનરલ કેટેગરીના ઉમેદવારે પોસ્ટ ઓફીસમાં પરીક્ષા ફી ભર્યા અંગેનું અસલ ચલણ તા.૨૭/૦૯/૨૦૨૧ થી તા.૦૭/૧૦/૨૦૨૧ સુધી(કચેરી કામકાજના કલાકો દરમ્યાન)માં હિસાબી શાખા, જિલ્લા પંચાયત અમરેલીમાં રૂબરૂ રજુ કરી પરીક્ષા ફી રૂ.૧૦૦ પરત મેળવી લેવા એક યાદીમાં જણાવાયું છે.
Recent Comments