જિલ્લા પંચાયત કચેરીની વિવિઘ શાખાઓની જિલ્લા વિકાસ અઘિકારીશ્રીની ઓચિંતી મુલાકાત
અમરેલી જિલ્લા પંચાયત કચેરીની વિવિઘ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ ખુલતી કચેરીએ સમયસર નિયમિત આવે તથા સાંજના સમયે નિયમિત જવા બાબતે અવાર-નવાર ઉચ્ચ અઘિકારીશ્રી દ્વારા વિવિઘ શાખાઓની ઓચિંતી મુલાકાત કરતા હોય છે. જેથી કર્મચારીઓ તેમની ફરજ પ્રત્યે સક્રિય રહે છે. અને સમયમયાર્દામાં તેઓની કામગીરી પુર્ણ કરે છે. તા.૨૫/૧૧/૨૦૨૧ ના રોજ કચેરી દરમ્યાન જિલ્લા વિકાસ અઘિકારીશ્રી દ્વારા જિલ્લા પંચાયતની તમામ શાખામાં જઇ કર્મચારીઓની હાજરી તેમજ હાજરી રજીસ્ટરમાં સહી થયેલ છે કે કેમ ? તેમજ કર્મચારીની સાચી અને હકીકત વિગત દર્શાવતું બાયોમેટ્રીક થમ્પ ઇપ્રેશનથી હાજરી થયેલ છે કે કેમ ? અને નિયમિત બાયોમેટ્રિક થમ્પથી હાજરી સુનિશ્વિત કરવા તમામ શાખાઅઘિકારીશ્રીઓને અને કર્મચારીઓને સુચના આ૫વામાં આવી.
હાલ આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ગ્રામ પંચાયત પેટા ચૂંટણી-૨૦૨૧ ચાલી રહેલ જે બાબતે કોઇ શાખાઘિકારીશ્રીની પુર્વ મંજુરી વગર રજા ૫ર ન જાય તે બાબતે ૫ણ તમામ અઘિકારીશ્રી / કર્મચારીઓને સજાગ કરવામાં આવ્યા.
Recent Comments