ગુજરાત

જિલ્લા ફેરબદલી માંગતા ૧૭ શિક્ષકોા ખોટા તબીબી પ્રમાણપત્રોની તપાસ સીઆઇડી ક્રાઇમ કરશે

બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબીબી પ્રમાણપત્રો રજૂ કરી જિલ્લા ફેરની બદલીની માંગણી કરી છે. આવા સંજાેગોમાં સર્વગ્રાહી તપાસ થાય એ માટે રાજય સરકારે સી.આઇ. ડી. ક્રાઇમને તપાસ સોપવાનો રાજય સરકારે મહત્વપૂર્ણ ર્નિણય કર્યો હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી પારદર્શી સરકારે ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા માટે અનેકવિધ પગલાઓ ભર્યા છે અને સંબધિત અધિકારી- કર્મચારી સામે કડક હાથે કાર્યવાહી કરીને પગલાઓ લીધા છે.
મંત્રી જાડેજાએ ઉર્મેયુ કે રાજયના વિવિધ જિલ્લાઓમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા સત્તર જેટલા શિક્ષકો સામે વિવિધ જિલ્લા મથકોએ ફોજદારી તપાસ ચાલી રહી હતી. તેવા સંજાેગોમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ તપાસ રાજય કક્ષાએથી થાય તે માટે રાજ્ય સરકારને રજૂઆત કરતા આ મહત્વનો ર્નિણય કરાયો છે. રાજ્યના આઠેક જેટલા જિલ્લાઓના સત્તર જેટલા શિક્ષકો સામે એફ.આઇ.આર. દાખલ કરવા શિક્ષણમંત્રી દ્વારા મંજૂરી અપાતા તેમની સામે સંકલિત તપાસ કરવા માટે સી.આઇ.ડી. ક્રાઇમ ત્વરીત કામગીરી હાથ ધરશે.

Follow Me:

Related Posts