fbpx
અમરેલી

જિલ્લા ભાજપ કૌશિક વેકરીયા દ્વારા દેશમાં ૧૦૦ કરોડ નાગરીકોનાં રસીકરણ પૂર્ણ થવા બદલ કેન્દ્ર અને રાજય સરકારની સફળ કામગીરીને આવકાર



સાલ ર૦ર૦માં જયારે સમગ્ર વિશ્વમાં કોરોના જેવી મહામારીએ પ્રકોપ સર્જાયો હતો ત્યારે આપણા યશસ્વી, કર્મનિષ્ઠ અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મહામારીને ડામવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન તેમજ અન્ય સાવચેતીનાં પગલા જેવા કે માસ્ક પહેરવુ, વારંવાર સાબુથી હાથ ધોવા તેમવ બે લોકો વચ્ચે સોશીયલ ડીસ્ટન્સ જાળવવું વગેરે જેવી સાવચેતી સાથે દેશનાં લોકોને આ મહામારીની પરિસ્થિતીને સંપૂર્ણ નિયંત્રીત કરેલ. આપણે વર્ષ ર૦ર૦ની શરૂઆતની સ્થિતીને યાદ કરીએ તો માનવજાતનાં ૧૦૦ વર્ષ પછી આ પ્રકારની મહામારીનો સામનો કરતી હઅતી અને કોઈને વાઈરસ વિશે વધારે જાણકારી નહોતી. આપણે ઝડપથી વૃધ્ધિ કરતા અજાણ્યા અને અદ્રશ્ય શત્રુનો સામનો કર્યો હતો. આ કોરોના જેવી બિમારીનો હલ શોધવા માટે વિશ્વનાં બધા દેશો મથામણ કરી રહયા હતા ત્યારે આ મહામારી માંથી લોકોને બચાવવા માટે માત્ર ૯ મહીનાનાં ટુંકા ગાળામાં ” મેડ ઈન ઈન્ડીયા” રસીઓ શોધીને ભારતીય લોકોનાં જીવ બચાવી તેની સલામતી અને સુરક્ષા કવચ માન.વડાપ્રધાનશ્રી ની અદભુત નેતૃત્વ ક્ષમતાનાં લીધે જ સંભવ થયો છે.


આ કોરોના – ૧૯ વિરૂધ્ધ ભારતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં અથાગ પ્રયાસ અને મહેનત થકી જાન્યુઆરી ર૦ર૦માં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમા સમગ્ર દેશવાસીને નિશુલ્ક રસીકરણ આપવામાં આવેલ જે થકી સમગ્ર ભારતમાં ર૭૮ દીવસમાં ૧૦૦ કરોડ નાગરીકોનું રસીકરણ કરીને જે વિશ્વ સમક્ષ એક મિશાલ પેશ કરી છે. ભારતનું રસીકરણ અભિયાન ભારતની ક્ષમતાનું આદર્શ ઉદાહરણ છે. અત્યાર સુધી ગણ્યાગાંઠયા દેશોએ તેમની પોતાની રસીઓ બનાવી શકયા છે. ૧૮૦ થી વધારે દેશો અતિમર્યાદીત ઉત્પાદકો પર નર્ભરિ છે અને ડઝન દેશો હજુ પણ રસીનાં પુરવઠા માટે રાહ જોઈ રહયા છે ત્યારે આ રસીકરણ પૂર્ણ કરી ભારત વિશ્વમાં બીજા સ્થાને રહીને ભારતે આ ઐતિહાસિક ઈતિહાસ સર્જો છે. આ ઐતિહાસિક સિધ્ધી બદલ લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા તેમજ દેશનાં તમામ આરોગ્યકર્મી ભાઈઓ તથા બહેનોનો જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા અને જિલ્લા ભાજપ પરીવારવતી આભાર વ્યકત કર્યો છે. વધુમાં જણાવ્યું છે કે, હજુ આગામી સમયમાં આપણે રસી મુકાવીએ અને બીજાઓને પણ રસી મુકવવા માટે પ્રોત્સાહીત કરીને દેશની તથા રાજયની આમ જનતાને અપિલ કરી છે.

Follow Me:

Related Posts