પ્રધાનમંત્રી આયુષ્ય માન યોજના અંતર્ગત કઢાવવા માટે હાલ મામલતદાર અથવા ટી.ડી.ઓ.દ્બારા પ્રમાણીત આવકનો દાખલો જ માન્ય છે. જેના લીધે મામલતદાર ઓફીસ ઉપર આવકનો દાખલો કઢાવવા માટે લાંબી લાઈનો રહે છે. આ બાબતે અધિકારીઓને રજુઆત કરતા તેમણે અન્ય વધારાનાં બે કોમ્પ્યુટર ઓપરેટર મુકેલ હતા.
આના માટે જો ત.ક.મ.દ્બારા પ્રમાણીત એક લાખ સુધીની આવકનો દાખલો આયુષ્ય માન યોજના માટે માન્ય રાખવામાં આવે તેમજ આ મુશ્કેલીમાંથી મહદઅંશે રાહત મળી રહે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્બારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આ બાબતે સરકાર લેવલે થી વિચારણા કરી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરેલ છે.
Recent Comments