જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, સાંસદ નારણભાઈ કાછડીયા4ધારાસભ્ય જે વી કાકડિયા અને સિંચાઈ સમિતિ ચેરમેન કાળુભાઈ ફિંડોળીયાના સંયુક્ત પ્રયાસથી
અમરેલી જિલ્લામાં સિંચાઈ સમિતિ અંતર્ગત જળ સમૃદ્ધિ માટે ચાર કરોડ નેવ્યાસી લાખના કામો મંજૂર કરતી ગુજરાત સરકાર
પાણી એ જન જીવન માટે પાયાની જરૂરિયાત છે. ગુજરાતની ભાજપ સરકાર વિવિધ યોજનાના માધ્યમથી પાણીના સ્તર ઊંચા આવે એ માટે અને પાણીનો યોગ્ય સંગ્રહ થઈ શકે તે માટે સતત પ્રયત્નશીલ છે. અમરેલી જિલ્લામાં ગામડામાં અને ખાસ કરીને ખેડૂતોને પાણીનો પ્રશ્ન ઊભો ન થાય તે માટે વિવિધ યોજના અંતર્ગત ચેકડેમ4 તળાવડી જેવા કામો કરવામાં આવ્યા છે. જૂના બંધાયેલા ચેકડેમ અને પ્રોટેક્શન વોલ સહિતના રીનોવેશનના કામ માટે ગુજરાત સરકાર દ્વારા ચાર કરોડ નેવ્યાસી લાખના કામ મંજૂર કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી શ્રી કાળુભાઈ ફિંડોળીયા દ્વારા સિંચાઈના વિવિધ કામો માટે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા4 સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય શ્રી જે વી કાકડિયા સાથે ચર્ચા કર્યા બાદ ગુજરાત સરકારના સિંચાઈ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી.
Recent Comments