fbpx
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને લાયન્સ અને રોટરી ક્લબના આગેવાનો સાથે રસીકરણ અભિયાન બાબતે બેઠક યોજાઈ

અમરેલી જિલ્લાની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થાઓ લાયન્સ કલબ અને રોટરી ક્લબના આગેવાનો સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાએ રસીકરણ અભિયાન બાબતે બેઠક કરી હતી. કૌશિકભાઈ એ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતના પ્રણેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દુનિયાનું સૌથી ઝડપી રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાથી લઈને યુનિસેફ જેવી આંતરાષ્ટ્રીય સંસ્થાઓ ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને બિરદાવી રહી છે. આગામી પેલી એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતી રસીનો વધુમાં વધુ લોકો લાભ મેળવે અને આ અભિયાનમાં સંસ્થાઓ સહભાગી બને અને વધુમાં વધુ રસીકરણ કેન્દ્રો શરૂ થાય જેથી તેનો લાભ લોકોને મળે.

બેઠકમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વસંતભાઈ મોવલિયા, લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલના મુકેશભાઈ કોરાટ, લાયન્સ કલબ ઓફ અમરેલી સિટીના રાજેશભાઈ માંગરોળીયા, લાયન્સ કલબ ઓફ અમરેલી મેઈનના અરજણભાઈ શિંગાળા, રોટરી ક્લબ ગીર ના ડો. ભાવેશભાઈ મહેતા, મનીષભાઈ વાકોતર અને રોટરી ક્લબ મેઈન ના વિપુલભાઇ દવે સહિતના આગવાનો સહભાગી બન્યા હતા

Follow Me:

Related Posts