પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દુનિયાનું સૌથી ઝડપી કોરોના રસીકરણ અભિયાન ભારત દેશમાં ચાલી રહ્યું છે. પેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. રસીકરણ અભિયાનને પ્રોત્સાહન મળે અને ઝડપથી તેનો લાભ લોકોને મળે એ માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાની અપીલને ધ્યાનમાં રાખીને જિલ્લાની નામાંકિત અને પ્રતિષ્ઠિત સામાજીક સંસ્થાઓ લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી, લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન, રોટીરી કલબ ઓફ અમરેલી ગીર, રોટીરી કલબ ઓફ અમરેલી મેઈન અને લાયન્સ કલબ ઓફ રાજુલા દ્વારા જિલ્લાભરમાં કોરોના રસીકરણના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી શહેરમાં આયુર્વેદિક હોસ્પિટલ, રોટરી ક્લિનિક, ગુરૂદત્ત મંદિર, સ્વામિનારાયણ મંદિર, સોની જ્ઞાતિની વાડી, ડો. કાપડિયા સાહેબનું દવાખાનું, પટેલ સંકુલ, ક્રિષ્ના કેટરર્સ, જેશીંગપરા ટાઉનહોલ અને ઓમકારેશ્વર મંદિરમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો રાજુલા, ચલાલા, બાબરા, સાવરકુંડલા, લાઠીના રામપરા અને શેખપીપરીયા ગામે લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, લાયન્સ કલબ અને રોટરી કલબના માધ્યમથી થયેલા કોરોના રસીકરણ કેમ્પના આયોજનને ખૂબ સારો આવકાર મળ્યો છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે સામાજિક સંસ્થાઓનું મહત્વની ભુમિકા રહેતી હોય છે. કોરોનાની રસી બાબતે જાગૃતિ અને કેમ્પના આયોજન કરવા બદલ આ સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન. આગામી સમયમાં વધુમાં વધુ કેમ્પ થાય અને અન્ય સામાજિક સંસ્થાઓ સહભાગી બને.
કોરોના રસીકરણ કેમ્પની મુલાકાત સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયતના સદસ્ય પુનાભાઈ ગજેરા, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી દિપકભાઈ વઘાસિયા, જિલ્લા ભાજપ મંત્રી જયેશભાઈ ટાંક, ભાજપ અગ્રણી જલ્પેશભાઈ મોવલિયા, જીતુભાઈ ડેર સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. રોટરી કલબ ઓફ અમરેલી ગીરના પ્રમુખ કમલેશબાઈ જોશી, મંત્રી મનીષભાઈ વાંકોતેર, રોટરી કલબ ઓફ અમરેલી મેઈનના પ્રમુખ વસંતભાઈ પેથાણી, મંત્રી વિજયભાઈ રતનધાયરા, લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ મુકેશભાઈ કોરાટ, મંત્રી સંજયભાઈ રામાણી, ખજાનચી વિજયભાઈ વસાણી, લાયન્સ કલબ ઓફ અમરેલી સીટીના પ્રમુખ રાજેશભાઈ માંગરોળિયા, મંત્રી ઋજુલભાઈ ગોંડલિયા, ખજાનચી સાહસભાઈ ઉપાધ્યાય, લાયન્સ કલબ ઓફ અમરેલી મેઈનના પ્રમુખ અરજણભાઈ શિંગાળા, મંત્રી કૌશિકભાઈ હપાણી, ખજાનચી જતીનભાઈ સુખડિયા, લાયન્સ કલબ ઓફ રાજુલાના પ્રમુખ સાગરભાઈ સરવૈયા, મંત્રી રિતેશભાઈ આદ્રોજા, ખજાનચી ડો. વિપુલભાઈ બાવળિયા, ચલાલા ગોરધનભાઈ ગેડિયા, લાઠી અશોકભાઈ ભાદાણી, ભરતભાઈ બોદર, સાવરકુંડલા કરશનભાઈ ડોબરિયા, દેવચંદભાઈ કપોપરા, દિપકભાઈ બોઘરા, ઘનશ્યામભાઈ રાદડિયા, વિજયભાઈ વાઘેલા, બાબરા સુરેશબાઈ ભાલાળા, શંભુભાઈ પાંચાણી સહિત લાયન્સ કલબ અને રોટરી કલબની કર્મઠ ટીમે આ કેમ્પોને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ સફળ કેમ્પનું આયોજન લાયન્સ ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્રના ડિસ્ટ્રિકટ ગવર્નર વસંતભાઈ મોવલિયા, ઝોન ચેરપર્સન કાન્તિભાઈ વઘાસિયા અને રોટરી કલબ ઓફ અમરેલી ગીરના ડો. ભાવેશભાઈ મહેતાએ કર્યું હતું.
Recent Comments