આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોગની પહેલને સમગ્ર વિશ્વએ અપનાવી
યોગ એ ભારતનું વૈશ્વિક સ્વાભિમાન છે
ભારતીય અસ્મિતા અને સંસ્કૃતિની મહાન પરંપરામાં આપણને મળેલી અમૂલ્ય ભેટ એટલે યોગ. આ યોગને વિશ્વ સ્તરે આદરણીય
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રચાર પ્રસાર કરવાનું કામ કર્યું અને યુનાઈટેડ નેશન્સ દ્વારા વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ આપવામાં આવી.
૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા ભાજપના ૨૦ મંડળમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અમરેલી મંડળમાં સાંસદ નારણભાઈ કાછડિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો ધારીના
ધારાસભ્ય જે વી કાકડિયાની ઉપસ્થિતિમાં ચલાલા ખાતે, જિલ્લા ભાજપના મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા બાબરા ખાતે, રાજુલા
ખાતે મહામંત્રી પીઠાભાઈ નકુમ, મહામંત્રી રાજેશભાઈ કાબરિયા ચિતલ ખાતે મહાનુભવોની વિશેષ ઉપસ્થિતમાં યોગ દિવસનુ
આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા ભાજપના તમામ મંડળમાં જિલ્લા ભાજપ અને મંડળના પદાધિકારી, જિલ્લા
પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. દરેક મંડળના કાર્યક્રમમાં યોગ ટ્રેનર અને યોગ ગુરૂ દ્વારા વિશેષ માર્ગદર્શન અને યોગઅભ્યાસ કરાવવામાં આવ્યો હતો.
Recent Comments