fbpx
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાની હાજરીમાં આપ નેતા મુકેશ તેરૈયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો

જુઠ્ઠાણાં અને ભ્રમ ફેલાવીને જનતાને ગુમરાહ કરનાર આમ આદમી પાર્ટીની રાષ્ટ્રવિરોધી વિચારધારાથી નારાજ થઈને આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા યુવા પાંખ પ્રમુખ શ્રી મુકેશભાઈ તેરૈયાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. તેમણે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામને પત્ર દ્વારા રાજીનામાની જાણ કરી હતી.

શ્રી મુકેશભાઈ તેરૈયાએ રાજીનામુ આપ્યા બાદ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. આ તકે મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, ઉપપ્રમુખ મગનભાઈ કાનાણી, બક્ષીપંચ મોરચા પ્રમુખ રાજુભાઈ ભૂતૈયા, જી. પ. સદસ્ય ભરતભાઈ સુતરિયા, ભાજપ અગ્રણી જનકભાઈ તળાવિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts