અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજયમાં ચુંટાયેલા સભ્યો સાથે બેઠક યોજાઈ

સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ને લોકોએ સ્વીકૃતી આપી અને સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં વિજય આપવા બદલ જિલ્લાની જનતાનો આભાર વ્યકત કરવામાં આવેલ. લોકોનાં વિકાસનાં કામોને પ્રાધાન્ય આપી કામ કરવા કરવા માટે જિલ્લા ભાજપનાં પ્રમુખ કૌશીક વેકરીયાએ નવા ચુંટાયેલા સભ્યશ્રીઓને આ અંગે માર્ગદર્શન આપેલ તેમજ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા લોકોને આ કોરોનાની લડાઈ સામે સુરક્ષીત કરવા માટે કોરોનાની રસીનું જાગૃતિ અભિયાન અને ઝડપથી રસી કરણ થાય તે માટે સંગઠન દ્રારા વ્યવસ્થા કરવી અને ગામડે ગામડે જરૂરી સુવિધાઓ ઉભી કરવી. તેમજ આગામી સમયમાં સંગઠનનાં આવનારા કામો અંગે રૂપરેખા ઘડવામાં આવેલ.

આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, પીઠાભાઈ નકુમ, જિલ્લા ભાજપ ટીમ, તાલુકા તથા શહેર ભાજપનાં પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, હાલમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં જિલ્લા પંચાયપ તાલુકા પંચાયત અને નગરપાલીકાનાં ચુંટાયેલા સભ્યશ્રીઓ તેમજ જવાબદાર આગેવાનશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ આ બેઠકમાં હાજર રહયા હતા. તેમ જિલ્લા ભાજપ કાર્યાલય ની અખબાર યાદીમાં જણાવાયું છે

Related Posts