જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા અમરેલી જિલ્લામાં રેમડેસીવીર ઈજેકશન પુરા પાડવા માટે સરકારને રજુઆત
હાલમાં રાજયમાં જયારે કોરોનાની મહામારી વધી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ કોરોનાનાં કેસો દીવસે ને દીવસે વધી રહયા છે જેના કારણે કોરોના દર્દીઓને અને જેઓનો રીર્પોટ નેગેટીવ આવ્યો હોય તેમને પણ સારવાર માટે રેમડેસીવીર ઈજેકશન જરૂર પડે છે . જેના હીસાબે રેમડેસીવીર ઈજેશની હાલ ખૂબ જ જરૂરીયાત હોય . તેમજ અત્યારે અમરેલી જિલ્લામાં રેમ.સીવીર ઈજેકશનનો જથ્થો પુરતા પ્રમાણમાં ન હોય જેની સામે કોવિડ- ૧૯ નાં પોઝીટીવ અને નેગેટીવ દર્દીઓની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહી છે . તો આ રેમડેસીવીર ઈજેકશનનો જથ્થો પુરો પાડવા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલ , આરોગ્ય મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી , કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા , પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીને લેખીત તા ટેલીફોનીક રજુઆત કરી છે
Recent Comments