અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા અમરેલીજિલ્લાનાં ખેડુતોની ખેતીની એન્ટ્રીઓ પાડવાની પધ્ધતીઓમાં ફેરફાર કરવા કલેકટરને રજુઆત કરાઈ

હાલ અમરેલી જિલ્લામાં ખેડુત ખાતેદારોને પોતાની ખેતીની જમીનમાં ખાતામાં કોઈપણ પ્રકારની એન્ટ્રી પાડવાની હોય તો તે ખાતાની અંદર બોજા મુકિત હોવી જરૂરી છે. એન્ટ્રી પાડવામાં વારસાઈ / હકકમી અને વહેચણી હંમેશા એક સાથે થતી હોય છે. આમ હાલમાં એક સાથે નોંધ ન પાડવી અને ક્રમશ પ્રમાણીત થયા બાદ જ બીજી એન્ટ્રી પાડવા આવતા બધા જ ખેડુતોને આ પ્રક્રિયા કરતી વખતે સંપૂણવર્ષનાં નવ મહીનાનાં સમયગાળામાં પાક ધીરાણ થી વંચીત રહેવુ પડે છે. તો પહેલાની પધ્ધતી પ્રમાણે કોઈપણ એક કરતા વધારે નોંધ એક સાથે પાડવાનાં નિયમ લાગુ થાય જેથી ખેડુતોને કચેરીના ધકકા ન ખાવા પડે અને સમયસર કામનો નિકાલ થાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ કલેકટરશ્રીને રજુઆત કરી છે.

Related Posts