દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં આહવાન હેઠળ રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે.
જેનાં ભાગરૂપે જિલ્લા માહિતી કચેરી, ભાવનગર ખાતે તિરંગો ફરકાવીને ઉજવણી કરવામાં આવી હતી. પુરા સન્માન અને રાષ્ટ્રીય નારાના બુલંદ અવાજ વચ્ચે દેશના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો.
આજથી ત્રિદીવસીય શરૂ થયેલાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશના તમામ લોકો ઉત્સાહભેર સામેલ થઈ રહ્યાં છે. સરકારી કચેરીઓ, ખાનગી પ્રતિષ્ઠાનો, ઔદ્યોગિક ગૃહો, દેશની દરેક ગલી- મહોલ્લામાં દેશના સ્વાતંત્રતાના પ્રતિક એવો તિરંગો લહેરાઈ રહ્યૂ છે.
સમગ્ર દેશમાં એક જ નારો ગુંજી રહ્યો છે… હર ઘર તિરંગા… વંદે માતરમ…ભારત માતા કીજય… જય હિન્દ….
Recent Comments