જિલ્લા રોજગાર કચેરી, અમરેલી દ્વારા તા.૨૬ સપ્ટેમ્બર,૨૦૨૨ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ ખાતે અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને રોજગાર/એપ્રેન્ટિસ એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદશ્રી, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અંગે વધુ વિગત, માર્ગદર્શન અને માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, સી બ્લોક, પહેલા માળે, બહુમાળી ભવન, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલીનો સંપર્ક (૦૨૭૯૨) ૨૨૩૩૯૪ કરવો. વધુમાં સંબંધિત તમામને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે.
જિલ્લા રોજગાર કચેરી,અમરેલી દ્વારા તા.૨૬ સપ્ટેમ્બરે રોજગાર/એપ્રેન્ટિસ એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે

Recent Comments