અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ-ખાંભા દ્વારા સંયુક્ત ઉપક્રમે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ખાતે ખાલી જગ્યાઓને અનુરૂપ ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા,ધોરણ-૧૦ થી ધોરણ-૧૨ પાસની લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુક માટે આઈ.ટી.આઈ ખાંભા ખાતે તા. ૧૯.૧૦.૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતીમેળો યોજાશે. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલો માળ, અમરેલીનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
જિલ્લા રોજગાર કચેરી અને આઇ.ટી.આઇ ખાંભા દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૧૯ ઓક્ટોબર,૨૩ના રોજ ભરતી મેળો યોજાશે

Recent Comments