જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૦૨ જુલાઇએ ભરતી મેળો યોજાશે
જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના એકમ શિવશક્તિ બાયો ટેક્નોલોજી એલ.એલ.પી. અમદાવાદ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરુપ ધો.૧૦ પાસ, અને ૧૨ પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા પુરુષ ઉમેદવારો માટે ભરતી મેળો યોજાશે. અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ભરતીમેળો યોજાનાર હોય, તા.૦૨ જુલાઇ, ૨૦૨૪ ના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન-૨, સી-બ્લોક, પ્રથમ માળ, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતે લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકોએ ઉપસ્થિત રહેવું. ભરતીમેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધાણી કરાવવી ફરજિયાત છે. રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવી, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments