અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અમરેલી જિલ્લાના યુવાનો માટે તા.૬ જુલાઇ, ૨૦૨૪ને શનિવારના રોજ ભરતી મેળો યોજાશે. લાઠીના આઈ.ટી.આઈ. કેમ્પસ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હોય યુવાનો અનુબંધમ પોર્ટલના માધ્યમથી નોંધણી કરાવી ભાગ લઈ શકશે.

યુવા અને ઉત્સાહી પુરુષ રોજગાર ઈચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ જય જલારામ પ્રેસિજ્ન કમ્પોનેનેંટ  એલ.એલ.પી. રાજકોટ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરુપ આઈ.ટી.આઈ. ઇન ફિટર, ડિપ્લોમા બેચલર ઓફ એન્જિનિયરિંગની તકનીકી-શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે પુરુષ રોજગાર ઇચ્છકો માટે અનુબંધમ વેબ પોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતી મેળાનું આયોજન તા.૬ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૧૧ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ. કેમ્પસ) દુધાળા રોડ, લાઠી ખાતે કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબ સિકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ વેબ પોર્ટલ પર જોબ સિકર માટેની રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારી (સા.)એ એક યાદીમાં જણાવ્યું છે

Related Posts