જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી રોજગાર ભરતી મેળો યોજાશે. એકમ સિનોવા ગિયર્સ એન્ડ ટ્રન્સમિશન પ્રા.લી. રાજકોટ માટે મશીન ઓપરેટર (ફક્ત પુરુષ ઉમેદવાર માટે) ની માટે ૧૮ થી ૩૮ વર્ષની વયમર્યાદા અને આઇ.ટી.આઇ ઇન ફિટર, ડીઝલ મિકેનિક, મશીનિષ્ટની તકનીકી શૈક્ષણિક લાયકાત તેમજ એઇમ લિમિટેડ ભાવનગર માટે આસી.બ્રાંચ મેનેજર (માર્કેટિંગ) / બ્રાંચ મેનેજર (માર્કેટિંગ) ની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા તેમજ ધો ૧૦ અને ધો.૧૨ ગ્રેજ્યુએટ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમના માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન તા.૧૩/૦૮/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ વાગ્યે, બાબરા સ્થિત કમળશી હાઇસ્કુલ (બસ સ્ટેન્ડ નજીક) ખાતે યોજાશે. ભરતીમેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધાણી કરાવવી ફરજિયાત છે. રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરી પોર્ટલ જોબફેરના મેનુમાં ક્લીક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીનો સંપર્ક કરવો , તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી રોજગાર ભરતી મેળો યોજાશે

Recent Comments