જિલ્લા વહીવટી તંત્ર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ-અમરેલી દ્રારા ચોમાસા દરમિયાન આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવા જાહેર જનતાને અનુરોધ
હાલમાં વર્ષાઋતુ દરમિયાન અમરેલી જિલ્લામાં વીજળી પડવાને કારણે માનવ-પશુ મૃત્યુના બનાવ બનવા પામેલ છે, આથી જિલ્લા વહીવટી તંત્ર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ-અમરેલી દ્રારા ચોમાસા દરમિયાન આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવા માટે નીચેના પગલાં લેવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે, જેમાં ઘરની અંદર હોવ ત્યારે ૧,વીજળીથી ચાલતાં ઉપકરણોથી દુર રહેવું ૨,તારથી ચાલતા ફોનનો ઉપયોગ ટાળવો ૩,બારી-બારણા અને છતથી દુરી રાખવી ૪,વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજવસ્તુથી દુરી રાખવી ૫,ધાતુથી બનેલા પાઈપ,નળ,ફુવારો,વોશબેસીનથી દુરી રાખવી અને જ્યારે આકાશીય વીજળી સમયે ઘરની બહાર હોવ ત્યારે ૧,ઉંચા વૃક્ષોનો આશરો ટાળવો, પશુઓને ઉંચા વૃક્ષો નીચે બાંધવાનું ટાળવું ૨,આસપાસ ઉંચા માળખા ધરાવતાં વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું ૩,ટોળામાં ના રહેવું ૪,મજબૂત છતવાળા મકાનનો જ આશરો લેવો ૪, મુસાફરી સમયે વાહનમાં જ રહેવું ૫,પુલ,જળાશયો અને તળાવોથી દૂર રહેવું ૬,પાણીમાં હોવ તો બહાર આવી જવું ૭,ધાતુની વસ્તુઓથી દૂર રહેવું ઉપરાંત આકાશી વીજળી થતી હોય તે દરમ્યાન ૧,વીજળીની સલામતી માર્ગદર્શિકા મુજબ ૩૦-૩૦નો નિયમ છે,વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી,જો તમે ૩૦એ પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો તો ઘરની અંદર જવું અને ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરવી ૨,વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા ૩,વીજળીના વાહકો વડે ઘરને આકાશી વીજળીથી સુરક્ષિત બનાવવું ૪,તંત્રની સુચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું ૫, શોર્ટસર્કિટથી વીજ પ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચ વાપરવી તેમ નિવાસી અધિક કલેક્ટર-અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે
Recent Comments