જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની શાળા-કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર
અમરેલી જિલ્લામાં આવતીકાલે તા.૧૪/૦૭/૨૦૨૨ અને તા.૧૫/૦૭/૨૦૨૨ ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સ્થિતિને જોતા જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ સ્થિતિની સમીક્ષા કરી હતી. ભારે વરસાદની સ્થિતિમાં અગમચેતીના ભાગરૂપે અમરેલી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આગામી બે દિવસ તા.૧૪/૦૭/૨૦૨૨ અને તા.૧૫/૦૭/૨૦૨૨ના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજો, ITI અને અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આ બે દિવસ રજા જાહેર કરવામાં આવી છે. વધુમાં આ બંને દિવસ દરમિયાન શાળાના કર્મચારીઓએ શાળામાં હાજર રહેવાનું રહેશે અને શાળામાં સ્થળાંતર સંબંધિત કામગીરીના ભાગરૂપે કામગીરી કરવાની આવે તો તૈયાર રહેવાનું રહેશે. આ બંને દિવસો દરમિયાન શાળાના કર્મચારીઓ-શિક્ષકો- આચાર્યોએ હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે.
Recent Comments