જિલ્લા શિક્ષણ તાલીમ ભવન -ભાવનગર ખાતે ટી. એલ. એમ વર્કશોપ યોજાયો
જી. સી. આર. ટી -ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ભાવનગર ના સંયુક્ત ઉપક્રમે ટી. એલ. એમ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ના જુદાં જુદાં તાલુકાઓ માંથી શિક્ષકોએ વિષયોના અધ્યાપનકાર્ય માં અધ્યન નિષ્પત્તિ અનુસાર ઉપયોગમાં લેવાતા વિવિધ વર્કિંગ લર્નિંગ મટીરીયલના એક ભાગરૂપે વિવિધ વર્કિંગ મોડેલ અને ટકાઉ ટી. એલ.એમ નું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્રશિક્ષક રાજેશભાઈ ગોહિલ અને રસીકભાઇ વાઘેલા એ ભાગ લીધેલ હતો. આ વર્ગને સફળ બનાવવા ડાયેટ ના પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટ, શ્રીમતી જાગૃતિબેન ભટ્ટ અને તલસાણીયા સાહેબ નું સંચાલન અને માર્ગદર્શન રહયું હતું. કાર્યશિબિર સફળ રહી હતી.
Recent Comments