ભાવનગર

જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર અને પાલિતાણા તાલુકા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પાલિતાણા તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે “ભાષા સજજતા સેમિનાર” નું આયોજન આંકોલાળી પ્રા.શાળામાં થયું હતું. 


           આ સેમિનારની ઉદઘાટન બેઠકમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ,જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા,જિ.પં.ઉપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ શિહોરા,જિ.શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કમુબેન ચૌહાણ,જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીશ્રી મૈયાણી સાહેબ,નાગજીદાદા વાઘાણી, સમિતિના સભ્ય વિજયસિંહ ચૌહાણ, શૈલેષભાઈ માવાણી,તા.પ્રા.શિક્ષણાધિકાર અતુલભાઈ મકવાણા,તાલુકા પ્રમુખશ્રી નુતનસિંહ ગોહિલ,મુન્નાભાઈ ચૌહાણ, વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. 
           આ સેમિનારમાં ડૉ.બળવંતભાઈ તેજાણીએ ખુબ જ રસપ્રદ વકતવ્ય આપ્યું હતું.આ સેમિનારમાં પાલિતાણા તાલુકાના સમગ્ર ભાષા શિક્ષકો ઉત્સાહથી જોડાયા હતા.સાથે તમામ કેન્દ્રવતી આચાર્યશ્રીઓ સેમિનારમાં સહભાગી બન્યા હતા.આકોલાળી શાળાના આચાર્ય અશોકસિંહ અને શાળા પરિવારની મહેનતથી જીલ્લામાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરનાર શાળા નું સર્વે મિત્રોએ નિદર્શન કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ આભાર દર્શન ટીપીઓ શ્રી મકવાણા સાહેબ કરેલ

Related Posts