ભાવનગર

જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર આયોજિત પાલીતાણા તાલુકા કક્ષાનો સ્પોર્ટ્સ મીટ- 2023 કાર્યક્રમ યોજાયો

જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર આયોજિત પાલીતાણા તાલુકા કક્ષાનો સ્પોર્ટ્સ મીટ- 2023 કાર્યક્રમ મોટી પાણિયાળી પ્રાથમિક શાળામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં  ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમુબેન ચૌહાણ તેમજ પ્રાંત અધિકારી યુવરાજ સિદ્ધાર્થ સ કાર્યક્રમને ખુલ્લો મૂકીને સ્પર્ધકોને શાબ્દિક પ્રેરણા અર્પણ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા ઉપાધ્યક્ષ અર્જુનસિંહ યાદવ, મુન્નાભાઈ ચૌહાણ,શૈલેષભાઈ માવાણી, અજયભાઈ શેઠ,ગોપાલભાઈ વાઘેલા, વિજયસિંહ ચૌહાણ તેમજ બાળકોને ભોજનનાદાતા પરિવારના ડૉ. હર્ષિલભાઈ શાહ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.સમાપન કાર્યક્રમમાં પાલીતાણા રુરલ પોલીસ સ્ટેશનના PSI શ્રી રહેવર  ઉપસ્થિત રહ્યા હતા.

રમતોત્સવ માં વિજેતા ટીમ અને તેના ખેલાડીઓને ટ્રોફી , પ્રમાણપત્ર સહિતના પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. સમગ્ર રમતોત્સવને સફળ બનાવવા શિક્ષણ સમિતિ અને પાલીતાણા TPEO શ્રી પરેશભાઈ, યજમાન સંસ્થાના આચાર્યશ્રી વાળા સાહેબ, તમામ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રીઓ, પ્રતાપસિંહ પરમારBRC,CRC, સ્પોર્ટસ શિક્ષકશ્રીઓ તથા પાલીતાણા સમગ્ર શિક્ષણ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન દિલીપસિંહ રાઠોડે કર્યું હતું.

Related Posts