જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની માહે-માર્ચ, ૨૦૨૩ની બેઠક મોકુફ રાખવામાં આવી છે. મહત્વનું છે કે, સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના પરિપત્ર મુજબ સંસદનું તથા ગુજરાત વિધાનસભાનું સત્ર શરુ છે આથી વિધાનસભા સત્રમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિતિ રહેતી હોય છે. હાલ પંદરમી વિધાનસભાનું સત્ર શરુ હોય જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની આગામી તા.૧૮ માર્ચ, ૨૦૨૩ને શનિવારના રોજ યોજવામાં આવનાર બેઠક મોકુફ રાખવામાં આવી છે, તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકુફ


















Recent Comments