જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક નિવારણ માટે જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન અપાયું
અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને ધારી બગસરા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, રાજુલા-જાફરબાદ મતવિસ્તારા ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, અને સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત રહી વિવિધ પ્રશ્નો રજૂ કરી તે પ્રશ્નોના નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નલ સે જલ યોજના અંતર્ગત ખેડૂતોને વન્ય વિસ્તારમાં વીજ કનેક્શનો આપવા માટેના પ્રશ્નો, વાસ્મો યોજના લગત પ્રશ્નો, લીડ બેંકને લગતા પ્રશ્નો, ખેડૂતોના પાક વીમો, આંગણવાડી બાંધકામ, જિલ્લામાં સામૂહિક સ્તરે દબાણ દૂર કરવા સહિતના પ્રશ્નો, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગ મરામત, નવા માર્ગના બાંધકામ સહિતના પ્રશ્નોનીની ઉપસ્થિત સર્વે પદાધિકારીશ્રીઓ દ્વાર રજૂઆતો હતી. આ પ્રશ્નોના નિવારણ અર્થે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમસ્યાઓનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે સંબંધિત કચેરીના વડા સાથે સંકલન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવએ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક નિવારણ માટે જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યુ હતું.. જિલ્લાના વિવિધ પ્રશ્નોના જવાબની નકલ સાંસદશ્રી, ધારાસભ્યશ્રી સહિતના જન પ્રતિનિધિશ્રીઓને સમયસર મળી રહે તે બાબતે વિશેષ ધ્યાન આપવામાં સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિકારીશ્રી હિમકર સિંઘ, પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, જનપ્રતિનિધિશ્રીઓ, ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળાએ કર્યુ હતુ.
Recent Comments